નવી દિલ્હી: શું મોબાઈલ ફોનથી પણ કોરોના વાઈરસ ફેલાઈ શકે છે? સવાલ થોડો ગંભીર છે પરંતુ મહત્વનો છે. ડોક્ટરોનું કહેવું છે કે મોબાઈલ ફોનથી પણ કોરોના વાઈરસ ફેલાવવાની શક્યતા છે. જ્યારે વાઈરસથી બચવા માટે તમને બાયોમેટ્રિક અને લિફ્ટના બટનથી લઈને દરવાજાના હેન્ડલ સુદ્ધાને અડવાની ના પાડવામાં આવી રહી છે તો એવા સંજોગોમાં મોબાઈલ ફોનને સુરક્ષિત રાખવો લગભગ અશક્ય છે. આથી તમારે આ બધી વાતો પર ધ્યાન આપવું પડશે નહીં તો તમે પણ કોરોના વાઈરસનો શિકાર બની શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્માર્ટફોનથી કેવી રીતે ફેલાય છે વાઈરસ
અમારી સહયોગી ઝીબિઝ ના અહેવાલ મુજબ એક મેડિકલ સાયન્ટિસ્ટે ચેતવણી આપી છે કે કોરોના વાઈરસ ગમે ત્યાંથી લોકોમાં ફેલાઈ શકે છે. એક રિપોર્ટ મુજબ જો તમે તમારા સ્માર્ટફોનની સ્ક્રિનને વારંવાર ટચ કરતા હોવ તો તમારે તમારા ચહેરાને સ્પર્શતા પહેલા બંને હાથને બરાબર સાબુથી ધોઈ લો. કારણ કે તમારા સ્માર્ટફોનની સ્ક્રિન દ્વારા પણ કોરોના વાઈરસ તમારામાં પ્રવેશી શકે છે. કોરોના વાઈરસ નિર્જીવ વસ્તુની સપાટી પર લગભગ એક અઠવાડિયા સુધી જીવતો રહી શકે છે. જો કે માણસના શરીરમાંથી તે કફ કે છીંક સ્વરૂપે બહાર આવે છે. વાઈરસના સંક્રમણનું સૌથી વધુ જોખમ ચેપ લાગેલા વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાથી થાય છે. 


દર દોઢ કલાકે તમારો ફોન ચોખ્ખો કરો
ફોર્ટિસ હોસ્પિટલના ડો.રવિ શંકર ઝાનું કહેવું છે કે તમારે તમારા સ્માર્ટફોનને દર 90 મિનિટે એકવાર સેનિટાઈઝરથી સાફ કરતા રહેવો જોઈએ. જો તમે સતત ફોનનો ઉપયોગ કરતા હોવ તો તેને તમે મોઢા પર કે ચહેરાથી દૂર રાખો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube